મોડાસાના કુડોલ (ઘાંટા) પ્રાથમિક શાળામાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં હત્યા,આત્મહત્યાના અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોડાસા તાલુકાના કુડોલ (ઘાંટા) પ્રાથમીક શાળામાં ગામના જ ૪૨ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકેલી લોહીથી લથબથ હાલતમાં લાશ પડેલી જાેઈ શિક્ષકો ડરી ગયા હતા. ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા. હત્યાની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા ઘટનાની ગંભીરતા સમજી ડી.વાય.એસ.પી ભરત બસીયા સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવકની લાશને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસે ત્રણ શકમંદ હત્યારાઓને પકડી લીધા હતા. અને પૂછપરછ હાથ ધરી છે. 
કુડોલ (ઘંટા) પ્રાથમીક શાળાના ઓરડાઓ નજીક ગામના જ નાનાભાઈ રતાભાઈ તરાર (ઉં.વર્ષ-૪૨)ની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકેલી હાલતમાં લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવતા શાળાના શિક્ષકો સહીત ગ્રામજનો ચોકી ઉઠ્‌યા હતા. ગામના જ યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ગામમાં તરહ તરહની ચર્ચાએ જાેર પકડ્યું હતું. ડીવાયએસપી ભરત બસિયા સહીત મોડાસા રૂરલ પોલીસ હત્યાની ઘટનાના પગલે કુડોલ (ઘાંટા) સ્કૂલમાં પહોંચી પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી ગ્રામજનો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરાતા યુવકની હત્યા તેના નજીકના પરિવારજનોએ કરી હોવાની સાથે હત્યા માટે જર જાેરું અને જમીન જવાબદાર હોવાની માહિતી પ્રાપ્ત થતા પોલીસે ત્રણ શકમંદ હત્યારાઓને ઝડપી લીધા હતા. મોડાસા રૂરલ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.