મેઘરજના રામગઢી ગામે લોટ દળાવવા આવેલી મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ યાંત્રિક સ્થાન હોય એ સ્થળે માણસે પૂરતી તકેદારી રાખવી પડે નહીં તો ક્યારેક અકસ્માત થવાના સંભવ રહે છે. આવી જ એક ઘટના મેઘરજના રામગઢી ગામે બનવા પામી છે.


રામગઢી ગામે ગામની જ એક મહિલા અનાજ દળાવવા માટે ગામની ઘંટીએ ગઈ હતી. ઘંટીમાં અનાજ દળાવવા માટે નાખ્યા બાદ આ મહિલા બાજુમાં ઉભી હતી. ઘંટીનું મશીન ચાલુ હતું જ્યાં લોખંડની પુલી સાથે પટ્ટો ધમધમાટ ચાલુ હતો. એવામાં આ મહિલાની સાડીનો પાલવ ઘંટીના પટ્ટામાં આવી ગયો અને મહિલા આખી પટ્ટામાં વીંટળાઈને લોહીલુહાણ થઈ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. આસપાસથી લોકોના ટોળા ઉમટી પડ્યા અને ઘંટી માલિકે મેઘરજ પોલીસને જાણ કરી અને પોલીસે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે સરકરી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.