મેઘરજના બોરખાડ ગામે ચાલુ વરઘોડામાં ડી.જે સિસ્ટમમાં અચાનક આગ લાગી
મેઘરજના બોરખાડ ગામે એક સદગ્રહસ્તના ઘરે દીકરાના લગ્ન હતા. સ્વાભાવિક છે કે, લગ્ન પ્રસંગ હોય એટલે ડી.જે સિસ્ટમ વગાડીને નાચતા કૂદતા વરઘોડો કાઢવામાં આવે છે. તે મુજબ બોરખાડ ગામે વરઘોડો ચાલુ હતો. ત્યારે ચાલુ વરઘોડા દરમિયાન એકાએક ડી.જે સિસ્ટમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેથી ડી.જે બંધ કરીને તપાસ કરી ત્યાં સુધી ડી.જે સિસ્ટમ સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવ્યો, પરંતુ એ પહેલાં સમગ્ર ડી.જે સિસ્ટમ આગમાં સાફ થઈ ગયું હતું. હાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અસહ્ય વધતું ગયું છે. જેના કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં આગની ઘટનાઓ બનતી હોય છે.