
ગઈકાલે મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા પાસેથી કારમાં ઓચિંતા આગ લાગી
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે રસ્તે ચાલતા વાહનોમાં જો કોઈ ટેક્નીકલ ખામી સર્જાય અથવા વાહન સમયસર સર્વિસ ના થાય. ત્યારે વધતા જતા તાપમાનના કારણે વાહનો આગની ચપેટમાં આવતા હોય છે. ત્યારે મેઘરજ તાલુકામાં આવી જ એક ઘટના સામે આવી છે.
ગઈકાલે મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા પાસેથી એક કારચાલક ઇકો કાર લઈને ઇપલોડા તરફ જઈ રહ્યો હતો. એવામાં કારમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા જેથી કાર ચાલક સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર આવી ગયો હતો. આસપાસના લોકોને જાણ કરે એ પહેલાં આગે સંપૂર્ણ રીતે કારને લપેટામાં લઇ લીધી અને આગની મોટી મોટી જ્વાળાઓ નીકળવા લાગી. જોત જોતામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. કાર કયા કારણોસર લાગી એ જાણી શકાયું નથી, પરંતુ કાર ચાલક મેઘરજના પહાડીયાના વતની હોવાનું બહાર આવ્યું છે.