શામળાજી પાસેની નિયોન ગેસ કંપની ખાતે ઇમરજન્સીમાં પહોંચી વળવા મોકડ્રિલમાં ખાસ વર્કશોપ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ કંપની હોય કે વેપારી પેઢી આકસ્મિક ઘટનાઓ સમયે તાત્કાલિક સહાયને પહોંચી વળવા માટે શું-શું આયોજન કરવું પડે, કેવી તૈયારી કરવી પડે તે બાબતની ખોડંબા ખાતે આવેલી નિયોન ગેસ કંપની ખાતે અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોકડ્રિલ યોજાઈ હતી.

અરવલ્લી જિલ્‍લા ક્રાઇસીસ ગૃપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે અરવલ્લી પાસેના ખોડંબા ખાતે આવેલ નીઓન ફ્યુલ લિ. (NEON FUEL LTD) ફેક્ટરી ખાતે ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારખાનામાં LPG ગેસ જેવા અતિ જ્વલનશીલ ગેસનું ટેન્કર અનલોડીંગ કરતી વખતે લીકેજ થયેલ અને ગેસને સ્પાર્ક મળતા લાગેલ આગને કાબુમાં કરવા માટેનું સફળતાપૂર્વક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંભવિત ઈમરજન્સીના સંજોગોમાં અગમચેતીના પગલાં રૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ અને રાહત મળી રહે તેમજ સતર્કતાનું માપદંડ ચકાસવા આ પ્રકારના મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. નીયોન ફ્યુલ લિ. (NEON FUEL LTD) માં યોજેલ મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા, સ્ટોરેજ ટેન્ક દ્વારા પાણીનો મારો મારવામાં આવેલ. આ સાથે મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા તબીબી સારવાર તેમજ ઈજા પામેલ કર્મચારીને ઇમરજન્સીમાં તુરંત એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને પહોંચાડવાની ક્રમબદ્ધ કામગીરી સફળ રીતે કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.