મેઘરજના પંચાલ રોડ પર ખુલ્લી ગટરમાં નાનું બાળક ખાબકયું

અરવલ્લી
અરવલ્લી

ગામ હોય કે શહેર ગામના વિકાસ માટે ગટર લાઇનથી લઈ અનેકવિધ વિકાસના કામોમાં ખોદકામ કરવું પડે પણ એ કામ પત્યા પછી ખાડા પુરીને પૂર્વવત પણ કરવું પડે અને જો ખાડા ના પુરાય તો ક્યારેક દુર્ઘટના થવાની સંભાવના રહે છે. આવી જ એક ઘટના મેઘરજ નગરમાં બનવા પામી છે.મેઘરજ નગરના પંચાલ રોડ પર ઇન્દિરા નગર પાસે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન માટે ડ્રેનેજનું ખોદકામ કરેલુ હતું. એ ડ્રેનેજને સુરક્ષિત ઢાંકવી પડે પરંતુ આ વિસ્તારની ડ્રેનેજ લાઇન ઢાંક્યાં વગરની હતી. જેથી આ વિસ્તારના શ્રમિકનું એક નાનું બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં ખાબકયું હતું.

જો કે આસપાસથી લોકો એકઠા થઇ ગયા હતા અને તરત જ બાળકનું રેસ્ક્યુ કરીને બચાવી લીધું હતું. પરંતુ આ રીતે ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ખુલ્લી ગટરોમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. ત્યારે ઝડપથી ગટર પરની ખુલ્લી ગટર લાઇન સુરક્ષિત કરાય એ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.