
નાના વેપારીઓને રસ્તા પરથી હટાવતા મામલતદાર-ધારાસભ્ય વચ્ચે ચકમક જરી
એક તરફ લોકલ ફોર વોકલની વાતો ચાલી રહી છે. ત્યારે નાના વેપારીઓને તંત્ર દ્વારા વેપાર કરતા હટાવવામાં આવે છે. ત્યારે આવા સમયે જનતાના સેવક આવા નાના વેપારીઓની વ્હારે આવે છે. આવી એક ઘટના બાયડ નગરમાં બનવા પામી છે.બાયડ નગરમાં દિવાળીના તહેવારને લઈ બજારમાં લોકોની ભીડ જોવા મળી છે. ત્યારે નાના પાથરણાવાળા વેપારીઓ પણ તહેવારોમાં વપરાતી ચીજ વસ્તુઓના વેપાર માટે બજારમાં દુકાન લગાવીને વેપાર કરતા હતા. એવામાં બાયડ મામલતદાર અને પોલીસ દ્વારા આવા વેપારીઓને હટાવવાની કામગીરી શરૂ કરતા વેપારીઓ તંત્રને પોતાને ના હટાવવા રજૂઆત કરી રહ્યા હતા.
આ સમગ્ર ઘટના બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના ધ્યાને આવતા તેઓ નાના વેપારીઓની વ્હારે આવ્યા અને પોલીસ તથા બાયડ મામલાતદારને નાના વેપારીઓ દિવાળી તાકડે અહીંથી નહીં હટે એમ કહી મામલતદારને જણાવ્યું હતું. આમ થોડાક સમય માટે બંને વચ્ચે તું તું-મેં મેં ચાલ્યું હતું અને લોકોના ટોળા પણ એકઠા થયા હતા.