અરવલ્લીમાં જળસંચય અંતર્ગત હાથ ધરાયેલા મનરેગા કામોની સમીક્ષા બેઠક યોજાઇ

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી  : અરવલ્લી જિલ્લામાં જળસંચય હાથ ધરાયેલા નરેગા યોજના અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં વિકાસ કમિશ્નરશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. બેઠકમાં કમિશ્નરશ્રીએ અરવલ્લી જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ચાલતા વિકાસના કામોની સમીક્ષા કરી હતી જેમાં જે કામો બાકી હોય તેને સત્વરે પૂર્ણ કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ, વનીકરણનું આયોજન, આંગણવાડી બનાવવી,અને તેમાં સગવડો પૂરી પાડવી, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરાનો નિકાલ તથા તેમાંથી પ્રોસેસ કરી સુકો,લીલો કચરો અને પ્લાસ્ટીક અલગ કરવા, વ્યકિતગત શૌચાલય તથા સામુહિક શૌચાલય પૂર્ણ કરવા, મિશન મંગલ હેઠળના સખી મંડળોની સંખ્યા વધારવાની સાથે સભ્યો પણ વધારવા, સખી મંડળની સાથે સંકળાયેલ બહેનોને પશુપાલન, સિવણ, અમૂલ પાર્લર તથા ગૃહ ઉધોગ અને નર્સરી બનાવવી જેવા ધંધા સાથે સાંકળી તેમણે રોજગારી પુરી પાડવી જેનાથી જિલ્લો વિકાસથી કે રોજગારીથી વંચિત ન રહે તે માટેની યોજના બનાવવા જરૂરી સૂચનો કર્યા હતા.વધુમાં કમિશ્નરે જિલ્લાના બેરોજગારો અને ખેડૂતોને જે ધંધામાં રસ હોય તે મુજબનો લાભ આપવા તથા શ્રમિકો ધંધા માટે પરત આવી રહયા છે અને સરકારની વિવિધ યોજનાઓ ચાલુ હોઇ પુરતો લાભ આપવા જણાવ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. અનિલ ધામેલીયાએ જિલ્લામાં જે વિકાસના કામો પ્રગતિમાં છે તે કામો સત્વરે પૂર્ણ કરવામાં આવશે એમ જણાવ્યુ હતુ. જિલ્લા ગ્રામ વિકાસ નિયામકે જિલ્લામાં ચાલતા મનરેગાના કામોની વિગત નિદર્શન ધ્વારા પુરી પાડી હતી. મુલાકાત પૂર્વે ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીએ જિલ્લામાં ચાલતા કામોની મુલાકાત મોડાસા તાલુકાના ડુગરવાડા ગ્રામવનની મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામ ખાતે ગ્રામવનને ખુલ્લુ મુકી વૃક્ષારોપણ કર્યુ હતુ તથા રેલ્લાવાડા ગામે ચાલતા મનરેગાના કામની મુલાકાત લીધી હતી. આ સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તથા સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.