
બાયડ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું
દરેક ધર્મ દરેક સમાજ પોતાના સંગઠન માટે અને એ સંગઠન થકી સમાજનું ઉત્થાન થાય સંસ્કારિતા વધે એ માટે કોઈને કોઈ રચનાત્મક કર્યો કરાતા હોય છે. ત્યારે બાયડ નગરમાં આરએસએસ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો.
બાયડ નગરમાં છેલ્લા 50 વર્ષ કરતા પણ વધુ સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યરત છે. આસપાસના વિસ્તારોમાં કોઈ ધાર્મિક તહેવાર હોય કે બીજું અન્ય કોઈ સંકટ હોય એવા સમયે આરએસએસ હંમેશા સક્રિય રીતે પોતાની સેવાકીય કામગીરી કરતું હોય છે. ત્યારે આજે બાયડ ખાતે સવારે આરએસએસના કાર્યકરો દ્વારા પોતાનો ડ્રેસ કોડ સહિત હાથમાં દંડ સહિત નગરમાં પથસંચલન કાર્યક્રમ યોજાયો. જે બાયડનગરમાં ભ્રમણ કર્યું હતું અને એબીવીપી, કિસનસંઘ અન્ય સંસ્થાઓ દ્વારા પથસંચલનનું સ્વાગત કરાયું હતું.