બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણને લઈને રાજ્ય બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

અરવલ્લી
અરવલ્લી 175

અરવલ્લી,
અરવલ્લી જીલ્લાની જીલ્લા પંચયાતનાં કોમ્યુનીટી હોલ ખાતે બાળકોમાં કોવિડ-૧૯નાં સંક્રમણને લઈને ચેરપર્સનગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ શ્રીમતિ જાગૃતિબેન પંડ્યા તથા જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં આવનારી ત્રીજી વેવ માટે બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન ચેરપર્સન ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ શ્રીમતિ જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, રાજ્યના રાજ્ય બાળ સંરક્ષણ આયોગ દ્વારા ૩૩ જીલ્લા અને ૨૫૧ તાલુકામાં ૧૮ થી ૧૯ બેઠકો કરાઈ છે, હવે ૧૨ થી ૧૩ જીલ્લામાં જ બેઠક યોજવાની બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે દરેક નાગરિકની ફરજ બને છે કે હવે પછીની જે ત્રીજી લહરે આવવાની છે તેમાં આપને કોઈ પ્રકરની બેદરકારી નાં રાખીએ અને આ મહામારી સામે લડવા માટે શસક્ત અને જાગૃત નાગરિક બનીએ. આપણું તંત્ર, ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે સારા કાર્યો કરી રહ્યા છે. તેઓ પ્રજાના કાર્યો સાથે જાેડાયેલા છે. બેઠકમાં જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, બાળકોના અધિકારો માટે ઘણી કામ કરતી સંસ્થાઓ છે, પહેલા અને બીજા વેવ બાળકો ઓછા સંક્રમિત હતા, ત્રીજી લહેર બાળકો માટે અતિ ઘાતક છે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ બધા કરતા સારી છે, જે દરેક બાળકોને આ મહામારીમાં જે લોકોએ માં-બાપ ગુમાવેલ છે તેમણે સહાયો અપાવીશું. આપણે સૌ સાથે મળીને સારું કાર્ય કરી રહ્યા છીએ અને હજુ પણ વધારે કાર્યો કરતા રહીશું. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી શ્વેતાબેન તેવટિયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત, અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી, જીલ્લા કારોબારીના અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, રાષ્ટ્રીય અધિકારી શતાબ્દીબેન,જીલ્લા પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપ બિહોલા, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષો, સરપંચો, મેમ્બર, શિક્ષકો, તથા મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.