
ગોધરામાં બસ ઝાડ સાથે ટકરાતા મોટી દુર્ઘટના ટળી હતી, બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ
મોડાસાના મેઢાસણ પાસે માણસાથી ગોધરા તરફ જતી એક એસટી બસના ચાલક એસટીમાં મુસાફરો ભરીને પસાર થતો હતો. તે સમયે એકાએક ચાલુ બસે એસટી રોડથી બાજુના ખાડામાં ઉતરી પડી હતી. સદનસીબે આગળ એક વૃક્ષ હતું, જેથી એસટી બસના ચાલક અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે કયા કારણોસર એસટી બસ ખાડામાં ઉતરી એ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાની જાણ મોડાસા એસટીને થતા મોડાસા એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.