મોડાસા શહેરમાં આવેલી એક હોટલમાં જુગારધામ ઝડપાયું, લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરની મધ્યમાં આવેલી એક હોટલમાં પત્તાનો જુગાર રમાય છે, એવી જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હોટલમાં અડધી રાતે ઓચિંતી રેડ કરી હતી, તો હોટલના એક રૂમમાં મોડાસા અને માલપુર તાલુકા ના 8 જેટલા ખાનદાની નબીરાઓને પોલીસે પત્તાનો જુગાર રમતા રંગે હાથ ઝડપ્યા હતા. પોલીસે સ્થળ પરથી 11 મોબાઈલ રોકડ રકમ 6 વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાં અડધી રાતે રેડ કરી સારા ઘરના નબીરાઓને એલસીબીએ ઝડપી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.