
મોડાસામાં જમીન બાબતે બે પિતરાઇ ભાઈઓ વચ્ચે ઝગડો
જર, જમીનને જોરું બંને કજિયાના છોરું આ કહેવત ક્યાંક સાચી ઠરતી હોય એવી ઘટના માલપુરના ટીસ્કી ગામે બનવા પામી છે. ટીસ્કી ગામે રહેતા અને ખેતી-પશુપાલનનો વ્યવસાય કરતા ગૌરીશંકર પટેલ તેમના વડીલોની માજિયારી જમીન હતી. તેની વહેંચણી ચાલતી હતી તે દરમિયાન ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. સમગ્ર મામલે આખો મામલો બીચક્યો અને ગૌરીશંકર પટેલને તેમના પિતરાઈ ભાઈએ ધારીયા જેવું તીક્ષ્ણ હથિયાર માથામાં મારી દઈ ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત ખેડૂતને 108 મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડ્યા અને તેમની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.