બાયડ દહેગામ રોડ ઉપર અકસ્માત થતા કારમાં લાગી આગ કાર ચાલક આગમાં ભડથું

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના માર્ગો પર બાઈક સવારો અને કારચાલકો બેફામ વાહનો હંકારતા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે પ્રાપ્ત માહિતી અનુસાર બાયડ દહેગામ રોડ પર સોલંકી પુરા પાટીયા પાસે કાર નંબર જીજે,૯,બીબી,૫૭૬૫ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત સર્જયા બાદ કારમા એકાએક આગ ફાટી નીકળતા કાર ચાલક બાયડ તાલુકાના તેનપુર ગામના રહેવાસી કિશનભાઇ રાજેશભાઈ પટેલ જીવતા ભૂંજાઈ ગયા હતા ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી પરંતુ ચાલકને બચાવી શક્યા ન હતા અકસ્માતની જાણ થતાં આજુબાજુના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.