
ભિલોડાના સુનસર ગામે 41 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં હાર્ટ બંધ થવાની વધુ એક ઘટના સામે આવી છે.અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી મોતના કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક હાર્ટ એટેકથી મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. ભિલોડાના સુનસર ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મહેન્દ્ર પરમાર આજે પોતાના ઘરે હતા. એ સમય દરમિયાન એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા હતા.
ત્યાર બાદ તેઓને સારવાર અર્થે લઈ આવતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યા હતા. આમ પરિવારના આધાર સ્તંભ યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનોમાં ભારે શોક છવાયો અને જિલ્લા વાસીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.