મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી નજીક શંકાસ્પદ ૪૧૬ કિલો ચાંદી અને રૂપાના દાગીનાનો જથ્થો ઝડપાયો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી
સમગ્ર રાજ્યમાં દિવાળી તહેવારો નજીક આવતા તેમજ લગન સીઝનને ધ્યાનમાં રાખી લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદતા હોય છે ત્યારે મોડાસા રૂલર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી.વાઘેલા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા તહેવારોને લઇ મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા હિંમતનગર નેશનલ હાઇવે રોડ પર ગઢડા ગામની સીમમાં રાજેન્દ્રનગર ચોકડી પર વાહન ચેકીંગ કરતા તે દરમિયાન સફેદ કલરની સન્ની ગાડી નંબર જી.જે-૦૯-બી.ઈ-૭૬૭૨ શંકાસ્પદ લગતા ગાડી ચાલક ની પુછપરછ કરતા સંતોષકારક જવાબ ના આપતા પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરી ગાડી ચેક કરતા ગાડીની સીટો નીચે બનાવેલા ગુપ્ત ખાનામા સંતાડેલ ૪૧૬ કિલો ચાંદી અને રૂપાના દાગીના અને પ્લેટોનો જથ્થો મળી આવ્યો હતો. ૪૧૬ કિલો ચાંદીનની કિંમત ૨, ૨૪ ,૩૨, ૮૧૮ તથા રોકડ રકમ ૧૧,૦૦૦ તેમજ આરોપીઓની અંગ જડતી રોકડ રકમ ૧૩૯૭૦ તેમજ મોબાઈલ નંગ – ૨ જેની કિંમત ૬, ૦૦૦. તથા ગાડી ની કિંમત ૨,૦૦,૦૦૦ સાથે મળી કુલ કિંમત ૨,૨૬, ૬૩, ૭૮૮ મળી જેના આધાર પુરાવા વગર ચોરી અથવા છળ કપટ કરી લાવી સંતાડીયા હોય તેવું લગતા મોડાસા રૂલર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.