
બાયડના આંબલીયારા પુલ પાસે 4 વાહનો ટકરાતાં એકનું મોત, ત્રણ કિમી ટ્રાફિકજામ
બાયડના આંબલીયારા પાસે માઝૂમ નદીના પુલ ઉપર એક સાથે ચાર વાહનો ટકરાતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આંબલીયારા નજીક માઝૂમ નદીના પુલ ઉપર લગ્નની સિઝન હોવાને લઈ ટ્રાફિકજામ થયો હતો. ત્યારે એક ટ્રક પર જી.જે 7 વાય ઝેડ.3344 ના ડ્રાઇવરની ભૂલને લઈ એક સાથે ચાર ગાડીઓ નો અકસ્માત થયો હતો.
દહેગામ તરફથી આવતા ટ્રક ચાલકે પુલ ઉપર અચાનક જ બ્રેક મારતાં કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. તથા પાછળ અન્ય બે બાઈક નંબર gj 18 ba 0257 તથા gj 09 dg 9646 પણ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ગાડીમાં સવાર મુસાફર તથા બાઇક ઉપર બેઠેલ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.