અરવલ્લીમાં 4 અધિકારી, હિંમતનગરમાં તબીબને કોરોના, 1 મોત

અરવલ્લી
અરવલ્લી 90

અરવલ્લી જિલ્લામાં મંગળવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ જિલ્લામાં 4 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હતા. મોડાસાની મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન હિંમતનગરમાં મોત થયું હતું. અરવલ્લી Dy. ડીડીઓ, હિસાબી શાખાના મુખ્ય અધિકારી, પંચાયતનો કર્મી, અરવલ્લી આયોજન અધિકારી અને ભિલોડા મામલતદાર સંક્રમિત થયા હતા.વધુમાં તેમણે જણાવ્યું કે વધુ સારવાર અર્થે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ અધિકારી કર્મચારી અને પદાધિકારીઓને પણ તેમના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. અરવલ્લી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ, હિસાબી શાખાના મુખ્ય અધિકારી અને પંચાયત શાખાનો કર્મચારીને કોરોના થતાં જિલ્લા પંચાયતમાં હડકંપ મચી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 120 સરકારી કર્મીઓના રેપીડ ટેસ્ટ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

મોડાસાના કસ્બા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ગત સપ્તાહમાં બીમારીમાં સપડાતાં મોડાસામાં સારવાર લેવા છતાં લેવા છતાં તબિયત વધુ લથડી જતાં તેને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાઇ હતી. જ્યાં ત્રણ દિવસની સારવાર દરમિયાન મંગળવાર વહેલી સવારે મહિલા કોરોના સામે જંગ હારી ગઇ હતી.મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ધસારાને પહોંચી વળવા આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા વધુ 30 બેડ ઉભા કરાયા છે. ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે 48 બેડ હોવાનું સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું. 80 બેડ પૈકી 48 બેડ પર ઓક્સિજન સુવિધા ઊભી કરાઈ છે.મંગળવારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 114 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને સંક્રમણ અટકાવવા પાટણ શહેરમાં પાંચ દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારે બનાસકાંઠામાં 36 અને મહેસાણા જિલ્લામાં નવા 48 કેસ કોરોનાના નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.