
મોડાસામાંથી પ્રતિબંધિત 372 કિલો પ્લાસ્ટિક જપ્ત
મોડાસા પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં છૂટક અને હોલસેલ પ્લાસ્ટિકનો વેપાર કરતાં વેપારીઓને ત્યાંથી તપાસ દરમિયાન 372 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાયો હતો.
મોડાસા નગરપાલિકા દ્વારા સરકારની સૂચના અનુસાર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જે અનુસંધાને ગુરુવારે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ બે ટીમ બનાવીને મુખ્ય અધિકારી સંજય પંડ્યા દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલકુમાર રાજપુરોહિત અને આરોગ્યટીમ દ્વારા મોડાસા પાલિકા હદ વિસ્તારમાં અલગ અલગ હોલસેલ તથા છૂટક વેપારીને ત્યાં ચેકિંગ કરતાં 7 કરતાં વધુ વેપારીઓને ત્યાંથી 372 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો હતો.