
અરવલ્લી જિલ્લામાં 37.12% મતદાન થયુ, બાયડના છાપરિયા ગામે વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા હાલ યોજાઈ રહી છે. જિલ્લામાં 1 વાગ્યા સુધી 37.12% મતદાન થયુ; બાયડના છાપરિયા ગામે વરરાજાએ લગ્ન પહેલા લોકશાહી પ્રત્યે ફરજ બજાવી. બાયડ ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારે તેમના વતન માલપુર ખાતે મતદાન કર્યું.
જિલ્લામાં 11 વાગ્યા સુધી મોડાસાના નવા ગામના 103 વર્ષની ઉંમરના સંતોકબેન પટેલે મતદાન કર્યું. અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે મતદાન કર્યું. પરિવાર સાથે લોકશાહીના પર્વને ઉજવવા મતદાન કર્યું. વતન બાયડના પિપોદ્રા ખાતે શામલ પટેલે મતદાન કર્યું. બાયડ પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે મતદાન કર્યું.
મોડાસાના કોટ વિસ્તારમાં ધીમી ગતિએ મતદાન કામગીરી હોવાનું મતદારોનો આક્ષેપ. જિલ્લામાં 9 વાગ્યા સુધી 4.99 ટકા મતદાન નોંધાયુ છે.મોડાસાના ચારણવાડા ગામે ભાજપના ઉમેદવારે મતદાન કર્યું. ભિલોડા બેઠકના ભાજપા ઉમેદવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે કુળદેવી અને ઇષ્ટદેવની પૂજા અર્ચના કરી. મોડાસામાં શીકા મતદાન મથકે Evm ખોરવાયાનું સામે આવ્યું છે. મોડાસામાં સખી મતદાન મથક ઉભું કરાયું છે.