અરવલ્લીમાં ભારે વરસાદને લઈ શામળાજીના મેશ્વો ડેમમાં 2100 ક્યૂસેક પાણીની આવક

અરવલ્લી
અરવલ્લી 165

હવામાન વિભાગની આગાહીને પગલે રાજસ્થાનમાં ભારે વરસાદથી મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ગઇકાલ સુધીમાં સુકી પડેલી નદી રાતોરાત છલકાઇ ગઇ છે. ભારે વરસાદને લઈ શામળાજીના મેશ્વો ડેમમાં 2100 ક્યૂસેક પાણીની આવક થઇ છે. નદીમાં ઘોડાપૂર આવતા સરહદ વિસ્તારના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે તેમજ નાપડા-ખેરાડી કોઝવે પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે મેશ્વો ડેમમાં પાણીની સારી આવક થવાથી ખેડૂતોને હવે સિંચાઈ માટે પાણી મળી રહેશે.

અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસમાં 15 ટકા વરસાદ પડવાથી નદી નાળા છલકાઈ ગયા છે અને ચેકડેમોમાં પાણીની સારી આવક થઈ છે. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે જેને કારણે રાજ્યના બધા ડેમોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા ડેમની જળસપાટીમાં ફણ વધારો થયો છે ડેમની સપાટી 119.41 મીટર પહોંચી ગઈ છે તેમજ પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે. જો કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.