શામળાજીમાં મકાનનાં તાળાં તોડી 2.40 લાખના મુદ્દામાલની ચોરી

અરવલ્લી
અરવલ્લી

શામળાજીની બેચરપુરા કોલોનીમાં રહેતા તબીબ પોતાની ડોક્ટર પૌત્રીનો જન્મદિવસ ઉજવવા મકાન બંધ કરી મોડાસા આવ્યા હતા. દરમિયાન ચોરોએ બંધ મકાનનો દરવાજો તોડી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 2.40 લાખની ચોરીને અંજામ આપી પલાયન થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

શામળાજીના બેચરપુરા કોલોનીમાં રહેતા અને તબીબ ડો. શાહ મોડાસામાં રહેતા તેમના પૌત્રીનો જન્મદિવસ હોવાથી મકાન બંધ કરી મોડાસા આવ્યા હતા. દરમિયાન રાત્રિ સમયે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને આગળના ભાગના દરવાજાનું સેન્ટર લોક તોડી ઘૂસીને બેડરૂમમાં આવેલા કબાટને તોડીને ઘરવખરી રફેદફે કરીને કબાટમાં રહેલી રોકડ રૂ. 1.30 લાખ તેમજ કબાટમાં રાખેલ સોનાની ચેન સોનાની બુટ્ટી ચાંદીના છડા ત્રણ જોડ ચાંદીના કડા ચાર જોડી અને ચાંદીની કડલી નંગ ત્રણ સહિત સોના-ચાંદીના રૂ. 1.10 લાખની કિંમતના દાગીના તેમજ રોકડ સહિત રૂ. 2.40 લાખની મત્તાની ચોરીને અંજામ આપીને અજાણ્યા તસ્કરો પલાયન થઈ જતાં ચકચાર મચી ગઇ હતી આ અંગે મહેશભાઈ ચીમનભાઈ શાહ રહે. શામળાજીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.