
ઈડરના લાલોડા નજીક રબારીવાસમાં વાડામાંથી 19 બકરીઓની ચોરી
સાબરકાંઠા જિલ્લામાં ઈડરના લાલોડામાં બકરાની ચોરીનો બનાવ બન્યો હતો. જ્યારે ખેડબ્રહ્માના રાધીવાડ અને કંથાપુર પાસે બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. તો આ ત્રણેય બનાવો અંગે ઇડર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.ઇડર તાલુકાના લાલોડા ગામ પાસે આવેલ રબારીવાસમાં લીલાભાઇ લીંબાભાઇ રબારીએ બકરા બાંધવાના વાડમાં નાના-મોટા 57 જેટલા બકરા બાંધીને રાખ્યા હતા. ત્યારે 15 નવેમ્બરની રાત્રીએ કોઇ અજાણ્યા ચોર ઇસમે વાડામાંથી જીવતા 19 નંગ રૂપિયા 1,90,000ના બકરાની ચોરી કરીને લઇ ગયો હતો. આ ચોરીના બનાવ અંગે પશુપાલક લીલાભાઇ લીંબાભાઇ રબારીએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ખેડબ્રહ્માના રાધીવાડ નજીક રાધીવાડથી અંબાજી જતા હાઇવે રોડ પર 16 નાવેમ્બરની વહેલી સવારે રોડની સાઇડમાં ચાલતા જતા અસ્થિર મગજના 30 વર્ષીય યુવાનને ટક્કર મારતા યુવાનનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ. અકસ્માતના બનાવ અંગે જયંતિભાઇ રામાભાઇ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.