મોડાસામાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો

અરવલ્લી
અરવલ્લી

હવામાન વિભાગની આજથી 3 દિવસ ઉત્તરગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મોડાસા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. સવારે મોડાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આજે સવારના પહોરમાં અડધો કલાકમા 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના મેઘરજ રોડ પર પાણી ભરાઈ ગયા હતા.

મેઘરજ રોડના પાવન સીટી ઉમિયા મંદિર આગળ બાયપાસ મેઘરજ રોડની ઉત્સવ વેલી આગળ પણ પાણી ભરાઈ ગયા હતા. માત્ર અડધા કલાકમાં 1 ઇંચ વરસાદથી પાણી ભરાઈ રહેતા તંત્રની પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખુલવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.