મોડાસાના નાંદીસણમાં મકાનનો દરવાજો તોડી 1.75 લાખની ચોરી

અરવલ્લી
અરવલ્લી 148

મોડાસાના નાંદીસણમાં ચોરોઅને રાત્રે ચૌહાણ પરિવારના રહેણાંક મકાનના પાછળનો દરવાજો તોડીને અંદર ઘૂસી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ રૂ. 1,75,000 ની મત્તાની ચોરીને અંજામ આપતાં ચકચાર મચી હતી. આ અંગે રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લીધી હતી.નાંદીસણમાં ચૌહાણ મહેન્દ્રસિંહ અને તેમનો પરિવાર ગરમીના કારણે રાત્રે ઓસરીમાં આરામ ફરમાવતો હતો.

તે દરમિયાન ચોરો મકાનના પાછળનો દરવાજો અને જાળી તોડીને અંદર ઘૂસી પેટી પલંગમાં મૂકેલા કપડાં રફેદફે કરી ને તિજોરીનું લોક તોડી તેની અંદરથી 40 થી 45 વર્ષ પહેલાના લગ્નના જૂના સોનાના દોરા નંગ ત્રણ અને સોનાની વીંટી નંગ ચાર અંદાજે ચાર તોલા સોનાના રૂ. 160000 ના દાગીના અને ઘઉંના વેચાણના આવેલા રૂ. 15000 સહિત કુલ રૂપિયા 175000 ની ચોરીને અંજામ આપીને પલાયન થઈ ગઈ હતી. વહેલી સવારે ઘરમાં પડેલી ચીજ વસ્તુઓ અને તિજોરી તૂટેલી જણાતાં તેમને ચોરીનો અહેસાસ થતાં મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ચૌહાણેએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.