સાયરા ગામની દલિત યુવતીની હત્યામાં ફરાર ત્રણ આરોપી ઝડપાયા

અરવલ્લી
અરવલ્લી 148

મોડાસાના સાયરા (અમરાપુરા)ની ૧૯ વર્ષિય મૃતક યુવતીના પ્રકરણમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ત્યારે શનિવાર મોડી રાત્રે ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીની અટકાયત કરી હતી જ્યારે એક આરોપી હજુ ફરાર છે. પોલીસે વિમલભાઇ ભરતભાઇ ભરવાડ રહે. બાજકોટ મોડાસા, દર્શન ભરવાડ રહે. પીપરાણા, તા. માલપુર, જિ. અરવલ્લી અને જીગર રહે. ગાજણ તા.મોડાસાને ઝડપી લીધા હતા. જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ ફરાર છે. અપહરણ દુષ્કર્મ હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ચાર શખ્સો વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તપાસના ભાગરૂપે પોલીસે એફ.એસ.એલ.ના તપાસ માટે આઇ ૨૦ કાર ( ય્ત્ન ૩૧ ડ્ઢ ૧૦૦૧)ને કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.