મોડાસામાં ૧૭ વર્ષની કિશોરીએ સૌથી લાંબા વાળનો વિશ્વ વિક્રમ સર્જ્યો

અરવલ્લી
અરવલ્લી 149

અરવલ્લી જિલ્લાનાં મોડાસાની ૧૭ વર્ષની નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નિલાંશીએ ટીનએજ કેટેગરીમાં પોતાનો જ સૌથી લાંબા વાળ હોવાનો વર્ષ ૨૦૧૮નો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ ૨૦૧૮માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતા જ્યારે ૨૦૧૯માં તેના વાળ ૧૯૦ સેન્ટિમીટર થયા છે.
 
નિલાંશી પટેલે આ અંગે જણાવ્યું કે, કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે. નિલાંશીના જણાવ્યા અનુસાર ૬ વર્ષની ઉંમરમાં તેણે ભૂલથી ખૂબ જ ખરાબ હેરકટ કરાવી લીધા હતા. ત્યારબાદ તેણે નક્કી કર્યુ કે તે હવે ક્યારેય પોતાના વાળ નહિ કપાવે. આમ કર્યા બાદ તેના વાળની લંબાઈ વધતી જ ગઈ. આજે આ વાળના કારણે જ માત્ર ૧૬ વર્ષની ઉંમરે નિલાંશીનું માન વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયુ છે.
 
નિલાંશીનાં માતા આ અંગે જણવતા કહે છે કે, નિલાંશી અઠવાડિયામાં એક વાર વાળ ધુએ છે. પ્રસંગો અનુસાર પોતાના વાળને સ્ટાઈલ કરે છે. તે હંમેશા ટેનિસ રમતી વખતે પોતાના વાળનો અંબોડો બનાવે છે. તેના વાળ ધોઇએ ત્યારે અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતા ૧૫ મિનિટ લાગે છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને ઘણો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.