
મેઘરજ વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
મેઘરજની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ આજુબાજુના લોકો ઉમટી પડી પોલીસને જાણ કરી હતી. ઘટનાને લઇ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાને લઇ પરિવારજનોમાં ભારે આક્રંદથી સ્થિતિ બની છે.
અરવલ્લી જીલ્લાના મેઘરજની ખાનગી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. મૂળ રાજસ્થાના દેવલની યુવતિ પોસ્ટ ઓફીસ નજીક ભાડાના મકાનમાં રહેતી હતી. આજે અચાનક તેના રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.