
માલપુરમાં આવેલા ગૌચરના કુવામાં પશુ ચરાવવા ગયો હતો; ડૂબી જવાથી મોત નિપજ્યું
માલપુર નગરની સિમમાં આવેલી ગૌચર જમીનમાં ગઈકાલે કનુ ચમાર નામનો યુવક પશુઓ ચરાવવા ગામમાં આવેલા ગૌચરમાં ગયો હતો. ત્યારે પશુ ચરાવતા ચરાવતા ખુલ્લા કુવા પાસે પગ લપસી જતા કૂવામાં ગરકાવ થયો હતો. મોડા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો યુવક કનુ ચમારની શોધખોળ કરતા હતા. ત્યાં આજે કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા. માલપુર પોલીસને ઘટનાની જાણ થતાં વધુ તપાસ હાથ ધરી હતી.