માલપુરઃ પોલીસ કર્મી ઝડપાયો, ચેપ્ટર કેસ ટાળવા લાંચ માંગી હતી

અરવલ્લી
અરવલ્લી 131

અરવલ્લીમાં જિલ્લા ACBની સફળ ટ્રેપ સામે આવી છે. માલપુર પોલીસ સ્ટેશનમાં મેહુલ નામનો મદદનીશ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. કેસ નહીં નોંધવા પોલીસ કર્મચારીએ લાંચ માંગી હતી. એસીબીની ટ્રેપ પોલીસ કર્મચારી સામે થઈ હોવાનું જાણમાં આવતાં વહીવટી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
 
અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી ખુદ આરોપી બન્યા છે. મેહુલ નામનો એએસઆઇ ગુનામાં ઈસમ સાથે ચર્ચામાં આવ્યો હતો. આ દરમ્યાન ચેપ્ટર કેસ દાખલ નહિ કરવા સામે પોલીસ કર્મચારીએ ૫,૦૦૦ની લાંચ માંગી હતી. જેની સામે ઈસમે એસીબીમા સંપર્ક કર્યો હતો. આ પછી છટકું ગોઠવી પોલીસ કર્મચારીને રૂ. ૨,૦૦૦ ની રકમ સ્વિકારતા આબાદ ઝડપી લેવાયો છે.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, મેહુલ નામના માલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીએ ફરિયાદી પાસેથી રુ.૫૦૦૦ ની માંગણી કર્યા બાદ શરૂઆતના તબક્કે રૂ. ૨૦૦૦ લેતો રંગેહાથ ઝડપાઇ ગયો છે. એસીબી ટ્રેપને પગલે પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.