
અરવલ્લી નજીક ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
અરવલ્લી
શામળાજી પંથકમાંથી આશાસ્પદ યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં વીજ ડીપી પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી હોવાની વાત વાયુ વેગે પંથકમાં ફેલાઈ જતાં સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના અણસોલ ગામની સીમમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે. અણસોલ ગામની સીમમાંથી ખેતરમાં વીજ ડિપી પાસેથી અજાણ્યા યુવકનો શંકાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. શામળાજી પોલિસે મૃતકની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.