ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હવે મૂવી જુઓ અને મ્યુઝિક સાંભળો

ન્યુ દિલ્હી
આમ તો ભારતીય રેલવે પોતાની લેટલતીફી અને અવ્યવસ્થા માટે બદનામ છે, પરંતુ રેલવે હવે પોતાની આ છબીને બદલવાની કોશિષ કરી રહી છે. ખૂબ જ જલદી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં સફર કરનાર પેસેન્જર વાઈફાઈની મદદથી પોતાના સ્માર્ટફોન, લેપટોપ અને ટેબલેટ પર પ્રી લોડેડ સામગ્રી ચલાવી શકશે.રાજધાની, શતાબ્દી, દુરંતો અને ગતિમાન એક્સપ્રેસમાં વાઈફાઈની સુવિધા અપાશે. પ્રિમિયમ ટ્રેનોમાં વાઈફાઈ, હોટસ્પોટ સ્થાપિત કરવાની આ પરિયોજના ખૂબ જ જલદી શરૂ થશે અને તેના માટે ટેન્ડર જારી કરાશે.આ યોજના ગયા વર્ષે ઓપરેશન સ્વર્ણ હેઠળ શરૂ કરાઈ હતી. દિલ્હી- કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર કરાયેલા પ્રયોગનો એક વિસ્તાર છે. તેમાં યાત્રીઓને વાઈફાઈ, હોટસ્પોટ અને પ્રી લોડેડ સામગ્રીને સ્ટ્રીમ કરવાની અનુમતી આપવામાં આવશે. આ યોજનાને અંતિમ રૂપ અપાશે ત્યાર બાદ તે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેજશ એક્સપ્રેસમાં ભારત સરકારને ખૂબ જ કડવો અનુભવ થઈ ચૂક્્યો છે. મુંબઈ-ગોવા તેજશ એક્સપ્રેસમાં લાગેલી એલસીડી સ્ક્રીનને યાત્રીઓએ ક્ષતિગ્રસ્ત કરી દીધી છે અને હેડફોન પણ ચોરી થયા હતા. ત્યાર બાદ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે હવે કોઈ પણ તેજશ એક્સપ્રેસ ટ્રેનમાં એલસીડી સ્ક્રીન નહીં લગાવાય.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.