પત્ની રિસાઈને બેસતા સાઢું પર ઉતારી રિષ, છરીના ઘા મારીને કરી હત્યા

ઇડર તાલુકાના ભાણપુર ગામની સીમમાં આવેલ ગૌચરમાં રવિવારે સાજે છ વાગે કોટડા છાવણી રાજસ્થાનના લાંબા હલધુલ ગામના શખ્સે પોતાના સાધુને ગાળામાં ડાબે ભાગે  છરી ના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો ઇડર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
 
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડર તાલુકાના ભાણપુર ગામના પટેલ નીરવ ભાઈ ભવજીભાઇ નાવદેહી નામે ઓળખાતા કુવો જે ભાણપુરના ગૌચર પાસે આવેલ ઓરડીમાં રહે છે અને ભાગમાં ખેતી કરી સરદારભાઇ ઉદાભાઈ મકવાણા (આદિવાસી) પત્ની સોનલ બેન અને ચાર બાળકો (મૂળ વતની કોટડા છાવણી ઉદેપુરના આબળી) સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જયારે સરદારભાઇના પિતા ઉદાભાઈ વિરમાભાઇના વિકાસ અને સોહમ નાના અને મોટા એમ બે દીકરા સાથે ભાણપુર ગામના રમેશભાઈ છગનભાઈ પટેલના કુવા પર ભાગમાં રહે છે સરદારભાઇની પત્ની સોનલ બેનના નાનો ભાઈ ભેમાંભાઈ અને તેની પત્ની મણીબેન ભાણપુર ગામના પટેલ ભરતભાઈ ધુળાભાઈના ત્યાં ભાગમાં કામ કરે છે.
 
સરદાર ભાઈની પત્ની સોનલબેનની બેન દીપીબેન કોટડા છાવણીના લાંબા હળઘુલ લક્ષ્મણ ભાઈ હજાભાઈ ગમાર સાથે થયા હતા દીપીબેન છેલ્લા પાચ દિવસથી રિસાઈ નેભાણપુર ગામના પટેલ ભરતભાઈ ધુળાભાઈના કુવા પર રહેતા પોતાનાભાઈ ભેમાભાઈ પાસે આવી ગઈ હતી લક્ષ્મણ ભાઈ અને ગામનો બીજો એક શકશે સરદાર ભાઈ અને ભેમાં ભાઈને ફોન કરીને ભાણપુર ગૌચરમાં બોલાવ્યા હતા લક્ષ્મણની પત્ની દીપીબેન રિસાઈને આવી હતી તે મુદે ચર્ચા કરતા બોલાચાલી થતા ઉસ્કેરએને લક્ષ્મણએ સરદાર ભાઈના ગળાના ડાબા ભાગે અને પીઠ પર છરીથી ઘા કરી દીધા હતા સરદારભાઇ જમીન પડી ગયા હતા ભેમાભાઈ બચાવવા જતા લક્ષ્મણ અને બીજો સાથીદાર મારવા પાછળ દોડતા ભેમાં ભાઈ ભાગી ગયા હતા. ત્યાર બાદ લક્ષ્મણ અને બીજો સાથીદાર નબર વગરની હીરો કપનીની મોટરસાયકલ લઈ ભાગી ગયા હતા ભેમાંભાઈ પાછા આવ્યા ત્યારે સરદારભાઇ લોઈ લુહાણ હતા ઉભા કરવા જતા તે જમીન પર પડી ગયા હતા સરદારભાઇનું મોત થયું હતું. ભેમાંભાઈએ સરદારભાઈના સસરા, સાળા, પત્નીઅને ખેતર માલિક નીરવભાઈ ભવજીભાઈ પટેલને જાણ કરી હતી ઇડર પોલીસ ડીવાય એસ પી ડી એમ ચૌહાણ પી આઈ બી જે ચાવડા પી એસ આઈ ડી ડી ચૌધરી ભાણપુર ગૌચર પોહંચી ગયા હતા સરદાર ભાઈની લાશને ટ્રેક્ટરમાં મૂકી ઇડર સિવિલમાં પોસ્મોટમ માટે લવાયો હતો પોલીસે ગુનો નોધીને સરદારભાઇનું ખૂન કરી ભાગેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.