અરવલ્લી જીલ્લામાં ટેકાના ભાવે રાયડા ની ખરીદી માટે એકજ કેન્દ્ર હોવાથી ખેડૂતોમાં રોષ

ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે જો કે જિલ્લામાં એક માત્રે કેન્દ્ર હોવાથી ખેડૂતોએ દૂર દૂરથી આવવું પડે છે. ખેડૂતના જણાવ્યા અનુસાર મોડાસા ખાતે એક માત્ર ખરીદ કેન્દ્ર હોવાથી તેઓએ મેઘરજ તેમજ ભિલોડાથી આવવું પડી રહ્યું છે જેથી સમય અને નાણાનો વેડફાટ થઇ રહ્યો છે ખેડૂતોએ જીલ્લાના અન્ય તાલુકા મથકે પણ ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે અન્ય તાલુકા મથકે પણ ખરીદ કેન્દ્ર શરુ કરવામાં આવેની માંગ ખેડૂતોમાં પ્રબળ બની છે.
 
અરવલ્લી જિલ્લામાં રાયડાની ખરીદી માટે જિલ્લાનું મોડાસા એકમાત્ર ખરીદ કેન્દ્ર છે, ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે અંદાજે ૩૧૦ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે નોંધણી કરાવી છે, જેમાં ૨૦૦ ખેડૂતોને મેસેજ મારફતે જાણ કરાઈ હતી,અને અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા ખેડૂતોએ રાયડાનું વેચાણ કરતા ખરીદ કેન્દ્રમાં ૩૭૧૫ બોરી રાયડાની ખરીદી કરી છે.
 
મેઘરજ તાલુકા માં ગતવર્ષે ઓછો વરસાદ હોવાથી મેઘરજ તાલુકામાં ભર શિયાળે વાત્રક નદીમાં પાણી સુકાવાલાગ્યુહતુ ત્યારે તળાવો અને ચેકડેમો માં તો પાણી ભરાયુજ નહતુ જેથી તાલુકાના ખેડુતો એ શિયાળુ પાકમાં રાયડો અને ચણા નુ વાવેતર કર્યુહતુ જે ઓછાપાણી થી પણ પાક મળીરહે જે બાબત ને ધ્યાનેલઇ ગુજરાત સરકારે રાયડો અને ચણા ને ટેકાના ભાવે ખરીદવા ખેડુતો પાસે રજીસ્ટેશન કરાવ્યા ચણા ની ખરીદી મેઘરજ તાલુકા કક્ષા એ થી શરૂથઇગઇછે પરંતુ રાયડા માટે ફક્ત મોડાસા થી ૭ કીમી દૂર લીંભોઈ ખાતે હોવાથી રાયડાની ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોએ મહામુસીબતે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેચાણ માટે મેઘરજ તાલુકાના ખેડૂતો મેસેજની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે પરંતુ ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર ધીમી ખરીદી થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે લગ્ન સીઝન ચાલતી હોવાથી ખેડૂતો મજબૂરીવશ ખુલ્લા બજારમાં રાયડો વેચવા મજબુર બન્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.