ગુજરાત છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ, ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો

પૂર્વ કચ્છમાં મેઘરાજાએ પડાવ નાખ્યો હોય તેમ બીજા દિવસે શનિવારે ગાંધીધામ અને અંજારમાં ચાર-ચાર ઇંચ ખાબક્યો હતો. ભુજ અને મુન્દ્રામાં ભારે ઝાપટાં રૂપે એક અને નખત્રાણા તેમજ નલિયામાં અડધો ઇંચ જેટલી મહેર થઇ હતી. જો કે, અન્ય તાલુકાઓમાં દિવસભર ઝરમર વરસતાં સારા વરસાદની ઇંતેજારી લંબાઇ હતી. તેમજ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
 
રાજકોટમાં સાંબેલાધાર વરસાદની જરૂર છે ત્યારે હળવા ભારે ઝાપટાં પડી રહ્યા છે. શનિવારે સવાર સુધીમાં બે ઇંચ અને દિવસ દરમિયાન વધુ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો, પરંતુ ગત વર્ષે આ સમયે શહેરમાં 38 ઇંચ પાણી પડી ગયું હતું, જ્યારે આ વર્ષે હજુ સુધી માત્ર 19 ઇંચ વરસાદ જ પડ્યો છે. ઓછા વરસાદના કારણે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા એક પણ જળાશયોમાં નવા નીરની આવક થઇ નથી. જો કે તાજેતરમાં જ બનાવેલા અટલ સરોવરમાં વધુ એક ફૂટ નવાં નીર આવતા તે અડધું ભરાયું છે. રાજયના 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
 
આજે સવારે 7 વાગ્યે વરસાદને 24 કલાક દરમિયાન ભૂજ તાલુકામાં 99 મિ.મી. અને ગાંધીધામમાં 98 મિમી એટલે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કપરાડામાં 83 મિ.મી એટલે કે ત્રણ ઈચ થી વધુ, અબડાસા અને ધરમપુરમાં 54 મિ.મી. અને વધાઈમાં 50 મિ.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં બે ઈચ તથા અન્ય 13 તાલુકાઓમાં એક ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજયનો કુલ સરેરાશ વરસાદ 62.97 ટકા જેટલો નોધાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.