ઢીમાના નવા બસ સ્ટેશનમાં બસો ના આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી

 ઢીમા : બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં જવાબદાર તંત્રની આડોડાઈના કારણે ગ્રામજનો તેમજ ધરણીધર ભગવાનના દર્શને દૂર દૂરથી આવતા યાત્રાળુઓ પરેશાન થઈ ઉઠયા છે. છેલ્લા એક મહિનાથી ઢીમા ગામમાં નવીન બનેલા એસટી બસ સ્ટેશન ઉપર એસ ટી બસો બંધ કરી દેવામાં આવેલ છે.જેથી અત્યારે ગ્રામજનો તેમજ યાત્રાળુઓ પરેશાન થઈ ઉઠયા છે. જોકે,આ બાબતે ઢીમા ગ્રામજનો દ્વારા થરાદ એસટી ડેપો મેનેજરને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં ડેપો મેનેજર ઢીમા ગ્રામજનોની વાત સાંભળવા તૈયાર           થતા નથી.
આ બાબતે ઢીમાના મહિલા સરપંચ હર્ષાબેન સેવક તેમજ ઢીમા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ સાધુ ત્રિભુવનદાસ દ્વારા લેખિતમાં અને મોખિકમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. વધુમાં તારીખ ૧૨/૬/૨૦૧૯ ના રોજ પાલનપુર ખાતે ઢીમાના મહિલા સરપંચ હર્ષાબેન સેવક દ્વારા એસટી ડેપોમાં રજૂઆત કરવામાં આવી હતી.જેથી પાલનપુર એસટી ડેપોના અધીકારી દ્વારા જણાવવામાં આવ્યો હતુ કે ઢીમા ખાતે નવીન બનેલા એસટી બસ સ્ટેશન ઉપર પ્રાઇવેટ સાધનોનું ટ્રાફિક હોવાથી બસો વાળવામાં મોટી તકલીફ પડી રહી છે જેથી ગામની અંદર એસ.ટી.બસો આવી શકે તેમ નથી તેવા જવાબ આપ્યો હતો.
જોકે,આ બાબતે ઢીમાના મહિલા સરપંચ દ્વારા ટ્રાફિકને લઈને પણ રજૂઆત કરવામાં આવેલ. નવા એસટી બસ સ્ટેશન ઉપર આવું કોઈ પણ પ્રકારનું ટ્રાફિક રહેતું નથી તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા આવ નવા નિયમો બતાવીને ઢીમા ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.જેથી હવે બે દિવસમાં નવીન બનેલા એસટી બસ સ્ટેશન ઉપર બસો નહીં લાવવામાં આવે તો ના છૂટકે ઢીમા સરપંચ તથા ગ્રામજનો દ્વારા પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.