રાજકોટમાં દારૂ-જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી, RFO અને વેપારીઓ સહિત 8 ઝડપાયા

શ્રાવણિયા જુગારના ઓઠા હેઠળ અનેક સ્થળે જુગાર રમાઇ રહ્યા છે ત્યારે સાતમ-આઠમના તહેવારની રજા પર મોરબી રોડ પરની આસ્થા સાંગ્રીલા સોસાયટીમાં જામેલી દારૂ-જુગારની મહેફિલ પર પોલીસે ત્રાટકી આરએફઓ અને વેપારીઓ સહિત 8ને ઝડપી લઇ રૂ.21.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
જામનગર-મોરબી બાયપાસ પરની આસ્થા સાંગ્રીલા સોસાયટીમાં 'પેરીસ' નામના સુરેશ મોહન તન્નાના કબજાના મકાનમાં દારૂ-જુગારની મહેફિલ ચાલી રહ્યાની જાણ થતાં ક્રાઇમબ્રાંચના પીએસઆઇ બી.ટી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસને જોતા જ જુગટું રમી રહેલા તમામના ચહેરા પરના નૂર ઉડી ગયા હતા. પોલીસે તીનપત્તીનો જુગાર રમી રહેલા વિદ્યુતનગરમાં રહેતા ફૂડના વેપારી સુરેશ મોહન તન્ના (ઉ.વ.43), ધાણા-જીરુંના વેપારી જંક્શન પ્લોટમાં રહેતા મોહનલાલ છતારામ કોટવાણી (ઉ.વ.57), ચશ્મા-બેલ્ટના ધંધાર્થી ગાયકવાડીના તીરથ નાનજી થાવરાણી (ઉ.વ.56), ફૂડના વેપારી શાંતિનિકેતન રેસિડેન્સિમાં રહેતા મુકેશ મોહન તનવાણી (ઉ.વ.42), સિમેન્ટના ધંધાર્થી ગાયકવાડીના જગદીશ કિશનચંદ મગનાણી (ઉ.વ.45), ધાણા-જીરુંના એક્સપોર્ટર ગ્લોરીયસ સિટીમાં રહેતા સુંદર છતારામ કોટવાણી (ઉ.વ.55), આરએફઓ ગોલ્ડનપાર્કમાં રહેતા ઉદ્ધવદાસ વિશનદાસ તનવાણી (ઉ.વ.55) અને એગ્રીકલ્ચર વિભાગના નિવૃત્ત કર્મચારી શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ જુમ્મેમલ કૃપલાણી (ઉ.વ.58)ની ધરપકડ કરી હતી.
 
પોલીસે આઠેય સામે જુગાર રમવાનો ગુનો નોંધી સ્થળ પરથી રોકડા રૂ.1.76 લાખ, 7 મોબાઇલ, 2 કાર સહિત કુલ રૂ.21.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેશ તન્ના બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. સ્થળ પરથી દારૂની બોટલ મળી આવી હતી અને તમામ આઠેય શખ્સો નશાખોર હાલતમાં મળતાં તે અંગેનો બીજો કેસ તમામ આઠ સામે નોંધવામાં આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.