છાપી હાઇવે નજીક દૂધ ભરી જતી મિનિટ્રકને અકસ્માત નડ્યો: ચાલકનો આબાદ બચાવ

વડગામના છાપી હાઇવે ઉપર બુધવારની મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે દૂધ ભરી અમદાવાદથી પાલનપુર જતી મિનિટ્રકની બ્રેક ફેઈલ થતા આગળ જતા એક ડમ્પરને ટકરાઈ હતી જોકે ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકમાંથી કૂદકો મારી બહાર આવી જતાં આબાદ બચાવ થયો હતો.
 
પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર- મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી નજીક અધુરીયા પુલ પાસે અમદાવાદ તરફથી દૂધ ભરી એક મીની ટ્રક પાલનપુર તરફ જઇ રહી હતી દરમીયાન ટ્રકની બ્રેકફેઈલ થતાં આગળ જતા એક ડમ્પરને ટ્રક ટકરાય તે પૂર્વે ટ્રકના ચાલકે સમય સુચકતા વાપરી ચાલુ ટ્રકમાંથી કૂદકો મારી બહાર નીકળી જતાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માત દરમિયાન દૂધની ટ્રકના આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 
 
છાપી નજીક દૂધ ભરી જતાં મિનિટ્રકની બ્રેકફેઈલ થતાં આગળ જતાં ડમ્પર સાથે ટકરાઈ હતી જોકે અકસ્માત પૂર્વે ટ્રક ચાલક કૂદકો મારી નીકળી જતા આબાદ બચાવ થયો હતો
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.