બનાસકાંઠા જિલ્લામાં નદીઓમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી તેમજ અન્ય ખનિજોની ચોરી થઈ રહી છે. જોકે જિલ્લાના ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અવારનવાર ખનિજ તથા રેતીની ચોરી કરતાં વાહનો પકડવામાં આવે છે. ત્યારે ભૂસ્તર વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નવતર પ્રયોગ હાથ ધરી રેતી ભરેલા બે વાહનો તથા બે હિતાચી મશીન ઝડપી લીધા છે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.