ડીસામાં અલ્પેશ ઠાકોરની સભામાં ધાનેરાના ધારાસભ્ય સામે આપી ચીમકી

બનાસકાંઠામાં આજે રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે સભા સંબોધી હતી જેમાં અલ્પેશ ઠાકોરે કાંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં અને કાંગ્રેસને પાડી દેવાની વાત સાથે ધાનેરાનાં ધારાસભ્ય નથા પટેલ માફી માંગે તેવી માંગ પણ કરી હતી.
 
બનાસકાંઠાનાં ડીસાનાં સમશેરપૂરા ગામે આજે ઠાકોર સેનાના અપક્ષ ઉંમેદવારનાં પ્રચાર માટે મળેલી સભામાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. ત્યાંરે અલ્પેશ ઠાકોરે સભામાં સંબોધનમા કાંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કરી કાંગ્રેસને પાડી દેવાની વાત કરી હતી સાથે કાંગ્રેસનાં નેતાઓ સામે પણ રોષ વ્યકત કરી અપમાન કરનારના બદલો લેવા અપીલ કરી હતી સાથે બનાસકાંઠાનાં ધાનેરા કાંગ્રેસનાં ધારાસભ્ય નથા પટેલે પોટલી અને રૂપિયા લઇને લેજો જે નિવેદન પર અલ્પેશ ઠાકોરે ક્યાં સમાજને કહ્યુ છે તેં ખુલાસો કરે નહીં તો અમે ધારાસભ્ય પાસે જવાબ માંગીશુ.
 
વિશાલ જનમેદની હાજરીમાં ચૂંટણી પ્રચારના અંતિમ સમયે અલ્પેશ ઠાકોરની સભાને લઇને કાંગ્રેસ માટે મોટો ઝટકો કહી શકાય તેમ છે બનાસકાંઠામાં હવે ઠાકોર સમાજ અપક્ષ ઉમેદવાર તરફ મતદાન કરશે તો પરિણામ શું આવશે તે આવનાર સમયે જ ખબર પડશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.