ડીસાનો વિચિત્ર અકસ્માત: રોંગ સાઈડમાં આવતા વાહનને બચાવવા જતા સર્જાયો અકસ્માત

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડી ચાલક ડીસા થી પાલનપુર હાઈ-વે તરફ જઈ રહ્યો હતો ત્યારે  રોંગ સાઈડ માં બાઇક સવાર ને બચાવા જતા અકસ્માત સર્જાયો હતો પરંતુ સદ્નસીબે કોઈ વ્યક્તિ ને ઇજા થઇ નહતી...
 
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર માં આજે રાત્રી ના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં વાવ ના રહેવાસી મોજદાન ગઢવી પોતાની ગાડી ડીસા જલારામ મંદિર થી રાજમંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી એક બાઇક સવાર રોંગ સાઈડ થી અચાનક સામે આવી જતા ગાડી ચાલકે તેને બચાવા માટે પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી નાખી હતી અને એક રોડ પરથી ગાડી બીજા રોડ પર પહોંચી ગઈ હતી ગાડી ચાલક ની સતર્કતા થી આ અકસ્માત માં કોઈ જ પ્રકાર ની જાનહાની થઈ નહતી.પરંતુ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.