02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / થરાદની દેના બેંકમાં શોર્ટસર્કિટથી ભીષણ આગ, લાખો રૂપિયા બળીને ખાખ

થરાદની દેના બેંકમાં શોર્ટસર્કિટથી ભીષણ આગ, લાખો રૂપિયા બળીને ખાખ   18/10/2019

થરાદની દેના બેંકમાં વહેલી સવારે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી છે. આગ લાગવાથી બેંકમાં રહેલા ઇલેકટ્રીક ઉપકરણો સહિત લાખો રૂપિયા બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી.
 
બનાસકાંઠા જીલ્લાના થરાદમાં આવેલી દેના બેંકમાં શુક્રવારે વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખી બેંકને ઝપેટમાં લેતા મોટું નુકશાન થયુ હોવાનું સામે આવ્યુ છે. શોર્ટ સર્કિટથી લાગ આગ લાગતા ઓફીસનું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રીક ઉપકરણો, ડોક્યુમેન્ટ સહિત રોકડ રકમ બળીને ખાખ થઇ જતાં લાખોનું નુકશાન થવા પામ્યુ છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, શુક્રવારે વહેલી સવારે અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતા તમાર સરસામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનાની જાણ થતાં બેંક કર્મચારી એન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ થરાદ નગરપાલિકાના બે ફાયર ફાયટર દ્રારા ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવાયો હતો.

Tags :