ગઈકાલે તા.ર૧/૮/ર૦૧૮ ના રોજ સવારે ૧૧/૦૦ કલાકે કંડલાથી એચ.આર. ૬૩૧૬ ની ટ્રક લાકડું ભરીને વાયા-વાવ થરાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તેવામાં વાવથી માત્ર ર કિ.મી. દૂર હાઈવે રોડ પર આવેલી કેશરકૃપા હોટલની ગોળાઈ પાસે ઓવરટેક કરવા જતાં ટ્રકે પલટી મારી દીધી હતી. જા કે રોડ પર મોટી ટ્રકે પલટી મારતાં રોડ ઉપર લાકડાનો જથ્થો વિખેરાઈ ગયો હતો અને કલાકો સુધી રસ્તો ચક્કાજામ થઈ ગયો હતો. ટ્રકના કંડક્ટરે મામુલી ઈજાઓ થતાં વાવની રેફરલ હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જા કે ડ્રાયવરનો થતો ન મળતાં વીખરેલા લાકડાઓમાં શોધખોળ ચાલુ કરાઈ હતી. તો વળી થતી ચર્ચા અનુસાર ડ્રાયવર અકસ્માત કરીને ભાગી છુટ્યો હોવાની ચર્ચાએ જાર પકડ્યું હતું. વાવ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.