ડીસા નગરપાલિકા જિલ્લાની પ્રથમ વાતાનુકૂલિત કચેરી બની

ડીસા
આજના આધુનિક યુગમાં સરકારી કચેરીઓ પણ હવે આધુનિક બનવા માંડી છે અને રાજ્ય સરકારના અભિગમ મુજબ તમામ સરકારી કચેરીઓને કોર્પોરેટ લુક આપવામાં આવી રહ્યા છે પછી તે પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર કચેરી. તમામ સ્થળો આધુનિક બનતા જઈ રહ્યા છે ત્યારે ડીસા નગર પાલિકાની મુખ્ય કચેરીએ પણ હવે આધુનિકતાના રંગે રંગી છે અને પાલિકા કચેરી સંપૂર્ણ રીતે વાતાનુકૂલિત બનાવ વામાં આવી છે. પાલિકા કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારોને ગરમી માંથી રાહત મળે અને આરામદાયક સુવિધાઓ મળી રહે તે હેતુથી ડીસા નગર પાલિકાની કચેરીએ સંપૂર્ણ વાતાનુકૂલિત બનાવવામાં આવી છે. ડીસા નગરપાલિકા ની કચેરી જિલ્લાની પ્રથમ વાતાનુકૂલિત કચેરી બની ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.