ડીસાના માર્કેટયાર્ડ નજીક એસ્ટીમ કાર આગમાં લપેટાતા અફડાતફડી

ડીસા : ડીસા - પાટણ હાઇવે પર માર્કેટયાર્ડ નજીક ગઈ મોડી સાંજે મારુતિ એસ્ટીમ ગાડી આગમાં લપેટાતા અફડાતફડી મચી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ડીસાના ગવાડી વિસ્તારમાં મરણ પ્રસંગ પતાવી પરત ફરી રહેલા પરિવારની એસ્ટીમ કાર ડીસા - પાટણ હાઈવે નજીકથી પસાર થઈ રહી હતી.એ વખતે  ગાડીમાંથી પેટ્રોલની ગંધ આવતા કારચાલક અયુબભાઈ ગુલામહુસેન કુરેશીએ ગાડીને થોભાવી  બહાર નીકળી બોનેટની ચકાસણી કરતાં બોનેટમાં આગના લપકારા નજરે પડ્‌યા હતા જેથી તેમણે ગાડીમાં બેઠેલા પરિવારના અન્ય સભ્યોને ગાડીમાંથી ઉતારી દેતા સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. બાદમાં આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. આ અંગે ડીસા નગરપાલિકામાં જાણ કરાતા પાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે  આગ અંકુશમાં આવી ત્યાં સુધીમાં આખી ગાડી બળીને ખાક થઈ ગઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.