શું આ રીતે ભણશે ગુજરાત ? દાંતીવાડા પંથકમાં ટ્રાફિક નિયમનના સરેઆમ ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શટલિયા ચાલકો બેફામ બન્યા છે. મુસાફરો અને વિધાર્થીઓનેને ઘેટાં બકરાની જેમ વાહનમાં ખીચોખીચ ભરી તેમજ વાહનની બહાર પણ લટકાવીને જોખમી મુસાફરી કરવી રહ્યા છે તેમ છતાં પણ જાણે પોલીસ મુક પ્રેશક બની તમાશો જોઈ રહી હોય તેમ આવા વાહનો ચાલકો સામે કોઈ કાર્યવાહી ન થતા ટ્રાફિક નિયમોના ઘજાગરા ઊડી રહ્યા છે. બીજી તરફ વિદ્યાર્થીઓ આવી જોખમી મુસાફરી કરતા હોઈ શું આવી રીતે મોતના મુખમાં 
 રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમના કડક પાલન માટે નવા કાયદાઓ અમલમાં લાવ્યા બાદ હાલમાં ટ્રાફિક પોલીસ બાઇક ચાલકોને દિવસભર ટ્રાફિક માંડીને મોટા વાહનોના નિયમો સમજાવી તેમજ દંડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરંતુ દાંતીવાડા પંથકમાં આ કાર્યવાહી ગણ્યા ગાંઠ્યા વાહનો પર જ થતી હોવાનું જણાઇ રહ્યું છે.  દાંતીવાડા પંથકમાં ચાલતા મુસાફર વાહનોના પરમિશન કરતા ત્રણથી ચાર ગણા મુસાફરો ઘેટાં બકરાંની જેમ ગાડીઓમાં ભરીને મુસાફરી  કરાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગાડી પર લટકાવીને પણ મુસાફરી કરાવવા માં આવી રહી છે. આ વાહન ચાલકો સામે જાણે ટ્રાફિક પોલીસની ઢીલી નીતિ સામે સવાલો ઊઠવા પામે છે. સામાન્ય રીતે કોઈ બાઇકચાલક હેલ્મેટ પહેરેલું ના હોય તો અથવા તો ત્રણ સવારી જતો હોય તો ટ્રાફિક પોલીસને નજરે પડી જાય છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે શું મુસાફરોને વાહનોમાં ઘેટાં બકરાંની જેમ ખીચોખીચ ભરીને જોખમી મુસાફરી કરાવવા આ વાહનો ચાલકો સામે ટ્રાફિક પોલીસની નજર નહિ જતી હોય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કે તસ્વીરમાં દરમ્યાન થાય છે કે મુસાફર જીપ ગાડીમાં ખીચોખીચ મુસાફરો ભરવા ઉપરાંત પાછળની બાજુએ પણ છથી વધુ વિદ્યાર્થીઓને લટકાવવામાં આવે છે તો શું વાહનોના ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા માટે પરમિશન મળેલી છે કેમ કે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.