કેજરીવાલે પાકિસ્તાન મામલે વડાપ્રધાન મોદીને શું સલાહ આપી ?

સર્જિકલ હુમલા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર  કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક ડે મનાવવા બદલે મોદીએ બીએસએફના જવાનના આવાસની મુલાકાત લેવી જોઇએ. પાકિસ્તાની સૈનિકો  દ્વારા જે જવાનનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી તે જવાનના આવાસની મુલાકાત લેવી જોઇએ. આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, સર્જિકલ દિવસને ઉજવવાનો શ્રેષ્ઠ રસ્તો મોદી નરેન્દ્રસિંહના આવાસ ઉપર પહોંચે અને પરિવારને મળે તે રહેલો છે. આ સપ્તાહમાં જ પાકિસ્તાની સૈનિકો દ્વારા તેમની અમાનવીયરીતે હત્યા કરી દેવામાં આવી હતી. વડાપ્રધાને દેશને ખાતરી આપવી જોઇએ કે, પાકિસ્તાનને એવો જવાબ આપવામાં આવશે કે તે ફરી આવી હિંમત કરી શકશે નહીં. કેજરીવાલે બીએસએફ હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહના આવાસ ઉપર પહોંચીને પરિવાર સાથે વાતચીત કરી હતી. સોનિપતમાં તેમના આવાસ પર કેજરીવાલ અગાઉ પહોંચ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી પણ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી ચુક્યા છે. બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ૧૮મી સપ્ટેમ્બરના દિવસે જમ્મુના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાન સાથે સામ સામે ગોળીબાર દરમિયાન લાપત્તા થઇ ગયા હતા. ત્યારબાદ મૃત  હાલતમાંમળી આવ્યા હતા. આ બીએસએફ જવાનનું ગળુ પાકિસ્તાન સૈનિકો દ્વારા કાપી નાંખવામાં આવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.