અરવલ્લી જિલ્લામાં અતિ પ્રાચિન ગઢી મહાકાળી માતાજી અને બાબરવિરના જીર્ણોધ્ધાર સાથે નવ નિર્મિત મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં કેશાપુર-માલપુર ને ઇસરોલના ત્રિભેટે અતિ પ્રાચિન ગઢી મહાકાળી માતાજી અને બાબરવિરના જીર્ણોધ્ધાર સાથે નવ નિર્મિત મંદિરોમાં પ્રાણપ્રતિષ્ઠા  મહોત્સવની ઉજવાશે.
 
માલવણ-કેશાપુર સમસ્ત ગ્રામજનો દ્વારા અપાયેલ આમંત્રણ મુજબ માલવણ-કેશાપુરથી 4 કિમિ દૂર નાની ઇસરોલની સીમમાં આવેલ શ્રી આદ્યશક્તિ મહાકાળી માતાજી તથા બાબરવીરના નૂતન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
જેમાં તા.16.5.19 ને ગુરુવારે પ્રથમ દિવસે સવારે ગણેશ સ્થાપન સવારે 9 કલાકે થશે.યજ્ઞ પ્રારંભ સવારે 9.30 કલાકે,મંડપ પ્રવેશ સવારે 10 કલાકે,દેવ પુજન બપોરે 12 કલાકે,અગ્નિ સ્થાપન સાંજે 4 કલાકે, મંદિરનું વાસ્તુ સાંજે 5 કલાકે,સાયં પૂજન સાંજે 5.30 કલાકે અને આરતી સાંજે 6 કલાકે થશે.
 બીજા દિવસે,તા.17.5.19ને શુક્રવારે 9.45 કલાકે શોભાયાત્રા-જલયાત્રા, સવારે 10.30 કલાકે હોમ પ્રકરણ, જલાધિવાસ બપોરે 2 કલાકે, ધાન્યા ધિવાસ સાંજે 6 કલાકે છે.
 
ત્રીજા દિવસે પ્રાણપ્રતિષ્ઠા બપોરે 12.39 કલાકે,શ્રીફળ હોમ 1 કલાકે એની મહાઆરતી બપોરે 1.30 કલાકે.શ્રી મહાકાળી માતાજી દેવસ્થાન નેની ઇસરોલ સિમ..ગઢી ખાતે યોજાનાર આ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહત્સવમાં મહાકાળી મતાજી મૂર્તિના દાતા સમસ્ત માલવણ-કેશાપુર ગ્રામજનો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.