02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મહિલાની તબીયત લથડતાં હોબાળો

પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં મહિલાની તબીયત લથડતાં હોબાળો   20/10/2019

પાલનપુર : પાલનપુર ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં યુવતીની માતાને ડોક્ટરે ઈન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી.
પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં આવેલ ડો.વસંત કે.ગણાત્રાની હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ એક મહિલાને ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી ગઇ હોવાના આક્ષેપ સાથે મહિલાની પુત્રીએ હોબાળો મચાવતા પોલીસ દોડી આવી હતી અને યુવતીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. યુવતીએ મીડિયા અને પોલીસ સમક્ષ આક્ષેપો પણ કર્યા હતા કે તેની માતાને સામાન્ય ઝાડા ઉલટી થતાં તે સારવાર અર્થે લઈ આવી હતી. જ્યાં તબીબ દ્વારા ઇન્જેક્શન આપ્યા બાદ અચાનક તેમની માતાની તબિયત લથડતા આ બાબતે ડાક્ટરને કહેવા જતાં ડોક્ટરના પુત્ર દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું હોવાનું આક્ષેપો કરવામાં આવતા આ બાબતે પોલીસે હવે યુવતીની ફરિયાદની તજવીજ હાથ ધરી છે.
 

Tags :