ડીસા સહીત જિલ્લામાં મગફળી કાઢવાના શ્રીગણેશ

ડીસા સહિત જિલ્લામાં ચોમાસુ મગફળીનો પાક તૈયાર થઈ જતા ખેડુત વર્ગ દ્વારા મગફળીનો પાક લેવાનું શરૂ કરી દીધુ છે ખેતીમાં તેલબીયાં પાકોમાં મહત્વ પૂર્ણ ગણાતા મગફળીના પાકનું બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ સીઝનમાં સૌથી વધુ અંદાજીત એક લાખ 
ીસ હજાર હેકટર જમીનમાં વાવેતર થયેલ છે. જે પાક તૈયાર થઈ જતાં ખેડૂતો દ્વારા મગફળીના પાકને કાઢવામાં આવી રહ્યો છે. આ વર્ષે બહુ ઓછા વરસાદ વચ્ચે પણ ડીસા સહિત જિલ્લાના ખેડૂતો જ્યાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ હતી ત્યાં મબલક ઉત્પાદન મળવાની આશા લગાવી બેઠા છે. તેમ છતાં ઓછા વરસાદના કારણે ગત વર્ષ કરતાં ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ જાવાઈ રહી છે. ડીસા તાલુકાના ખેતરોમાં ખેડૂતો મગફળીનો પાક લેવામાં લાગી ગયા છે. અષાઢ વાવેતર કરેલ મગફળી લેવામાં આવી રહી છે. જેથી મજુર વર્ગને પણ મજુરી ખુલી ગઈ છે. આ ઉપરાંત નવા ઓટોમેટીક ડીગરો વડે પણ મગફળી કાઢી રહ્યા છે. જેથી મગફળીના ખેતરોમાં ઓટોમેટીક ડીગરો દ્વારા પણ મગફળીનો પાક ઝડપથી લેવા માટે કામે લાગી ગયા છે. જિલ્લામાં ૧૧૯૮૬૦ હેકટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયુ છે જે સમાંતરે મગફળી લેવાનું શરૂ થતાં આગામી દિવસોમાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની ભરપૂર આવક શરૂ થઈ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.